મહીસાગર જીલ્લામાં ગતમોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો કડાણામાં પોણા 4 ઇંચ વરસાદથી ખેતરો તળાવોમાં ફેરવાયા

જે રીતે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ ગતરાત્રીએ મહીસાગર જીલ્લામાં અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે કડાણા તાલુકામાં પોણા 4 ઇંચ વરસાદ રાત્રે 2 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી નોંધાયો છે.

મહીસાગર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક હળવો વરસાદ નોંધાયો છે. જેમાં ક્યાંક ધોધમાર પણ પડ્યો છે, તો ક્યાંક હળવો સામાન્ય વરસાદ વરસ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદી આકડાની વાત કરવામાં આવે તો ગતરોજ સવારના 6 વાગ્યાથી લઈ આજે સવારે 6 કલાક અને ત્યાર બાદ આજે સવારના 8 કલાક સુધીના આંકડા જે નોંધાયા છે. જેમાં કડાણા તાલુકામાં પોણા 4 ઇંચ, ખાનપુરમાં સવા 2 ઇંચ, બાલાસિનોરમાં 1ઇંચ થી વધુ,જ્યારે લુણાવડામાં અડધો ઇંચ થી વધારે, જ્યારે સંતરામપુરમાં સામાન્ય વરસાદ 7 mm અને વીરપુરમાં 11 mm નોંધાયો છે.

કડાણા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પોણા 4 ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં ગત મધ્ય રાત્રીના 2 વાગ્યાથી લઈને આજે સવારે 6 કલાક સુધીમાં જ આ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તાલુકાના દિવડા, કડાણા ગામ, અંધારી સહિત ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામો ડિટવાસ, ગોધર, જોગણ, પુનાવાડા બોર્ડર, સરસવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણી પાણી થઈ ચૂક્યા છે. ખેતરોમાં ગુટન સમાં પાણી ભરાયા છે, જેથી તમામ નીચાણવાળા વિસ્તારના ખેતરો તળાવમાં ફેરવાયા છે. સારા વરસાદથી ખડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ખેતરો માંથી પાણી ઓસરસે એટલે ખેડૂતો ખેતી કામમાં જોડાશે.