રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધવાની સંભાવના છેઃ જ્યંતી રવિ

રાજકોટ જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને સ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટ પહોંચ્યા છે.

  • ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધવાની સંભાવના છેઃ જ્યંતી રવિ
  • બેડ વધારવાની તૈયારીઓ ચાલી રહી છેઃ જ્યંતી રવિ
  • હાલ રાજકોટમાં 900 બેડ ઉપલબ્ધ છેઃ જ્યંતી રવિ

રાજકોટ જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને સ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટ પહોંચ્યા છે. આજે તેમણે રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક યોજી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં સરવેના 3 રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે, સોસાયટીમાં કોવિડ વોલિન્ટિયર્સ બનાવાયા છે,હાલ રાજકોટમાં 900 બેડ ઉપલબ્ધ છે. તેમજ દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.

રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત

રાજકોટ ગ્રામ્યમાં કુલ 2321 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં હાલ 588 કેસ એક્ટિવ છે. શહેરની તમામ સરકારી કચેરીઓમાં કર્મીઓ કોરોનાગ્રસ્ત છે. 200થી વધુ મનપાના કર્મચારીઓ સંક્રમિત થયા છે. કલેક્ટર ઓફિસમાં 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પણ સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *