- ખાણ -ખનિજ વિભાગ દ્વારા ઝડતી પાડવામાં આવેલ ટ્રક સહિતના મુદ્દામાલ ટીમ્બા ગામે સીઝ કર્યા.
પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ નાઈટ પેટ્રોલીગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી. ગોધરા તાલુકાના ટીમ્બા-ઉદલપુરથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ બ્લેક ટ્રેપ કપચી હતી તે પાંચ ટ્રક પસાર થઈ રહી છે. તેવી પાંચ ટ્રક સાથે પાંચ ઈસમોને દોઢ કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી. પકડાયેલ પાંંચ ટ્રક ટીમ્બા ખાતે સીઝ કરવામાંં આવી છે.
પંચમહાલ જીલ્લામાં ખાણ ખનિજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર ખનિ જ ચોરીને રોકવા માટે જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દિવસ અને રાત્રીના સમયે પેટ્રોલીંગમાં નિકળીને ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી વહન કરતા વાહનોને ઝડપી પાડવામાંં આવી રહ્યા છે. પંચમહાલ ખાણ-ખનિજ વિભાગની ટીમ ગોધરા તાલુકાના ટીમ્બા-ઉદલપુર ગામે નાઈટ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાણ ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ટીમ્બા ગેરકાયદેસર રીતે અને ઓવરલોડ બ્લેક ટ્રેપ કપચી ભરીને પાંચ ટ્રક ઉદલપુર તરફ જઈ રહછે.
તેવી બાતમીના આધારે ખાણખનિજ વિભાગની ટીમે ગેરકાયદેસર ઓવરલોડ બ્લેક ટ્રેપ કપચી ભરી પસાર થતી પાંચ ટ્રકો તેમજ પાંચ ચાલક ઈસમોને ઝડપી પાડવામાં આવેલ પાંચ ટ્રક સહિતના દોઢ કરોડના મુદ્દામાલ ટીમ્બા ગામે સીઝ કરવામાં આવ્યો હતો અને પાંચ ઈસમોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણખનિજ વિભાગ દ્વારા સતત પેટ્રોલીંગ કરીને ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી અને વહન કરતા વાહનોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેને લઈ જીલ્લાભરમાં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.