કાલોલ તાલુકાના જંત્રાલ ગામેથી બોગસ ઝોલાછાપ તબીબને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યો

કાલોલ તાલુકાના જંત્રાલ ગામે સરકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર તબીબ પ્રેકટીસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી ઝોલાછાપ તબીબના કલીનક ખાતેથી એલોપેથીક દવાઓ તથા ઈન્સ્ટુમેન્ટ 63,356/-રૂપીયાનો જથ્થો ગેરકાયદેસર રાખી પકડાઈ જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ઝોલાછાપ તબીબ કોઈપણ જાતની સરકારી માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુંં ચલાવી દર્દીઓની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે કાલોલ સણસોલી પીએચસી સેન્ટરના મેડીકલ ઓફિસર સાથે રાખી રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઝોલાછાપ તબીબની કિલનીક માંથી એલોપેથીક દવાઓ તેમજ ઈન્સ્ટુમેન્ટ કિંમત 63,536/-રૂપીયાના મેડીકલ દવાઓ રાખી ગુનો કરતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે મેડીકલ પ્રેકટીસ કરતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે મેડીકલ પ્રેકટીસ એકટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.