માત્ર હાથરસ જ નહીં, અનેક સ્થળોએ ધાર્મિક મેળામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે

ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. હાથરસ જિલ્લાના સિકંદરાઉના ફૂલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામક કાર્યક્રમ દરમિયાન નાસભાગનો આ પહેલો કિસ્સો નથી. દેશમાં નાસભાગના આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, દેશમાં લગભગ ૮૦ ટકા નાસભાગના કિસ્સા ધામક મેળાવડા અને તીર્થયાત્રા દરમિયાન જોવા મળ્યા હતા. જાણો દેશમાં ક્યારે ક્યારે આવી ઘટનાઓ બની છે.

૧૪ ફેબ્રુઆરી ૧૯૫૪ના રોજ પ્રયાગ કુંભ દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં ૫૦૦ લોકોના મોત થયા હતા. નાસભાગ માટે ઘણા અલગ-અલગ કારણો આપવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં નાસભાગને કારણે થયેલા મૃત્યુની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. આઝાદીની પછીનો આ પહેલો કુંભ મેળો હતો. રિપોર્ટ્સ અનુસાર, અહીં શાહી સ્નાન માટે જતા સમયે નાસભાગ શરૂ થઈ હતી.

૩ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં નાસભાગના કારણે લગભગ ૧૫૦ ભક્તોએ જીવ ગુમાવ્યા હતા અને ૪૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ સિવાય ૨૬ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ પશ્ર્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માંઢેર દેવી મંદિરમાં આયોજિત ધામક મેળામાં લગભગ ૩૫૦ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા.

૮ નવેમ્બર, ૨૦૧૧ના રોજ હરિદ્વારના હર-કી-પૌરી ઘાટ પર નાસભાગમાં ૨૨ લોકોના મોત થયા હતા. તો ૧૪ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ, કેરળના સબરીમાલા મંદિરમાં નાસભાગમાં ૧૦૬ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા. ૪ માર્ચ, ૨૦૧૦ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રામ જાનકી મંદિરમાં થયેલી નાસભાગમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ નવરાત્રિના તહેવાર દરમિયાન ચામુંડા દેવી મંદિરમાં નાસભાગમાં ૧૨૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા.

વર્ષ ૨૦૧૩માં મયપ્રદેશના દતિયાથી ૬૦ કિલોમીટર દૂર રતનગઢ સ્થિત મંદિરમાં નવરાત્રિના છેલ્લા દિવસે પણ આવી જ ઘટના બની હતી. દેવીના દર્શન કરવા આવેલા હજારો ભક્તોમાં નાસભાગ થવાથી મૃત્યુઆંક ૧૧૫ પર પહોંચ્યો હતો. સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશ અને મય પ્રદેશમાં થયા છે.

૨૦૧૪માં મુંબઈમાં બોહરા સમુદાયના કાર્યક્રમમાં નાસભાગમાં ૧૮ લોકોના મોત થયા હતા. લોકો દાઉદી બોહરા સમુદાયના આયાત્મિક નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે શેરીઓ ખૂબ જ સાંકડી હતી. ધાર્યા કરતાં વધુ ભીડ એકઠી થઈ અને નાસભાગ થઈ હતી.