ભરૂચમાં સામૂહિક આત્મહત્યાના બનાવે ખળભળાટ મચાવ્યો છે. ભરૂચમાં એક જ પરિવારના ૩ સભ્યોએ આપઘાત કરી લેતા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જેમાં એક વ્યક્તિએ તેની પત્ની અને પુત્રની હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતે પણ આત્મહત્યા કરીને જીવન ટુંકાવી લીધું હતું.
જેમાં પત્નીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતોય જ્યારે તેમના ૧૦ વર્ષના બાળક વિહાનનો મૃતદેહ બેડ પરથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ સાથે રેલવે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં તપાસ હાથ ધરી હતી. જોકે પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. તપાસ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.