ટી ૨૦ વિશ્વકપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા આજે સ્વદેશ પાછી ફરી હતી આજે સવારે ટીમ દિલ્હી પહોંચી હતી ત્યારબાદ વડાપ્રધાનની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ટીમ મુંબઇ પહોંચી હતી અહીં મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય જુલુસ કાઢવામાં આવ્યું હતું જેવી ટીમની ફલાઇટ મુંબઇ વિમાની મથકે લેન્ડ થઇ તે સમયે ટીમના સમ્માનમાં ફલાઇટને વોટર કેનનથી સેલ્યુંટ આપવામાં આવ્યું હતું. મરીન ડ્રાઇવ પર ભારે સંખ્યામાં પ્રશંસક ટીમની રાહ જોઇને ઉભા રહ્યાં હતાં તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો ટીમના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં વાનખેડે સ્ટેડિયમ પર હાદક પંડયાના સમર્થનમાં પ્રશંસક જોર જોરથી નારા લગાવી રહ્યાં હતાં. ટીમના શો માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી ખેલાડીઓની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો એકત્રિત થયા હતાં.મરીન ડ્રાઇવથી લઇ વાનખેડે સુધી એટલી ભીડ હતી કે માર્ગો જોવા મળ્યા ન હતાં
પોલીસને વિનંતી કરી હતી કે મરીન ડ્રાઇવ પર ઓછી ભીડ કરવામાં આવે નહીં કોઇ દુર્ધટના સર્જાઇ શકે છે પરંતુ કોઇએ તેમની વાત ધ્યાને રાખી ન હતી અને ટીમનું સ્વાગત કરવા માટે તૈયાર હતી રોડ શો દરમિયાન પહેલા પોલીસની ગાડીઓ હતી આઠ વાહનો આગળ હતાં ટીમ વોલ્વોમાં ટીમ નિકળી હતી અને મરીન ડ્રાઇવ પર પહોંચી હતી.