પંચમહાલ જિલ્લાના ચાર તાલુકાના 35 ગામોને સિંચાઈ પાણી માટે પાનમ સિંચાઈ યોજનાનુ જોડાણ કરી પાણી આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ થકી ગામોમાં અંદાજે 15 હજાર હેકટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળે તેમ છે.
પંચમહાલ જિલ્લામાં ખેડુતોને પાનમ સિંચાઈ યોજના આધારિત સિંચાઈ માટે પાણીની સગવડ આપવામાં આવે છે. પાનમ ડેમની પાણી સંગ્રહ કરી અનામત રાખવાની ક્ષમતા ઓછી છે. ગોધરા, કાલોલ, વડોદરા જિલ્લાના ડેસર અને સાવલી ગામોના ટેઈલ વિસ્તારના ગામો 80 કિ.મી.દુર આવેલ હોય ખેડુતોને પાણી પહોંચતુ નથી. જેના કારણે ખેડુતોને સિંચાઈનો લાભ મળતો નથી. પાનમ મુખ્ય નહેરના છેવાડાના 35 જેટલા ગામોમાં અંદાજે 15 હજાર હેકટર જેટલી જમીનની સિંચાઈનો લાભ મળે તે માટે નર્મદા મેઈન કેનાલમાંથી પાનમ સિંચાઈ યોજનામાં પાણી આપવા માટે જરૂરી સર્વે કરાવી તેના રિપોર્ટ મંગાવી ખેડુતોને સિંચાઈની સુવિધા મળે તે માટે ધારાસભ્ય ગોધરા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી. પાનમ મુખ્ય નહેર જે નર્મદા નહેરથી જમણી બાજુ પાનમ કમાંડ વિસ્તાર બહાર આશરે 8 કિ.મી.ના અંતરે આવે છે. પરંતુ ત્યાંની ભોૈગોલિક સ્થિતિએ વધુ ઉંચાઈએ થતી હોય ગ્રેવિટીથી પાણી આપી શકાય તેવા રિપોર્ટ વિભભાગ દ્વારા આપવામાં આવ્યા હતા.