હાલોલ તાલુકાના સાથરોટા ગામે જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો ગુનો હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાયેલ હોય આ ગુનામાં આરોપીને ઝડપી પાડી જેલમાં મોકલી આપેલ ન હોય તેવા આરોપી દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મુકવામાં આવી હતી. આ જામીન ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાંં ચાલી જતાં આરોપીની જામીન અરજી નામંંજુર કરાઈ.
હાલોલ તાલુકાના સાથરોટા ગામે આરોપી બીપીનભાઇ સોમાભાઇ સોલંકી દ્વારા ફરિયાદી માયાબેન તથા દિલીપભાઇ ઠકકરની રે.સર્વે નં.410/1, 410/2, 411/1 વાળી જમીનમાં ફરિયાદીની માલિકીની હોય છતાંં આરોપીએ ગેરકાયદેસર જમીન ખેડાણ કરી જમીન ઉપર કબ્જો જમીન પચાવી પાડી ગુનો કરતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બિપીનભાઇ સોલંકીને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાંં મોકલી આપવામાં આવ્યો હતો. તે આરોપી દ્વારા રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી કરેલ હોય આ જામીન અરજી ચોથા એડીશીનલ ડીસ્ટ્રીકટ સેશન્જ જજ આર.જે.પટેલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.