કાલોલ પોલીસે ભાડે થી ટ્રેકટરો લઈ ગીરો મુકનારની 17 ટ્રેકટરો અને ઈકો કાર સાથે અટકાયત કરી 82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગત સપ્તાહે મલાવ રામનગરીમાં રહેતા ગોકળભાઈ મંગળભાઈ નાયક દ્વારા પોતાનું ટ્રેકટર માસીક ભાડાથી લઈ જઈને ભાડુ અને ટ્રેકટર નહી આપનાર સાવલી તાલુકાના છાલીયેર ગામના રાહુલભાઈ નર્વતસિહ સોલંકી સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદીને જાણ થયેલ કે આજ રીતે ઘણા બધા લોકોના ટ્રેકટર ભાડે થી લઈ આ આરોપી પરત આપતો નથી. જેની તપાસ કાલોલના સીની પીએસઆઈ સી.બી.બરંડા એ શરૂ કરી હતી અને તેઓને હ્યુમન સોર્સીસ અને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા બાતમી મળેલ કે આરોપી તેના ઘરે હાજર છે.

જેથી પોલીસ તપાસ કરતા તે હાજર મળતા તેના પકડી પૂછપરછ કરતા કાલોલ હાલોલ અને ઘોઘંબાના જુદા જુદા ગામોથી જુદા જુદા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરી માસિક ભાડે ટ્રેકટર લઈ ભરૂચ જીલ્લાના ગામોમાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમ એ આ ટ્રેક્ટર ગીરવે મૂકી દેતો હતો.

પોલીસ તપાસ મા જુદા જુદા વિસ્તાર ના લોકો પાસે માસીક ભાડાથી ટ્રેકટર ભાડે રાખી એક બે મહિના ભાડુ ચુકવી આવા ટ્રેકટર બારોબાર બીજાને ગીરવે આપી દેવાનુ મોટુ ષડયંત્ર બહાર આવ્યુ હતુ કાલોલ પોલીસે ભાડે રાખી ગીરવે મુકેલ નંબર પ્લેટ વગરના 17 ટ્રેકટરો કબજે કર્યા છે અને એક ઈકો કાર પણ મળી આવેલ છે. જેની કિંમત રૂા. 82 લાખ થાય છે. ટ્રેકટર ના એન્જીન નંબર અને ચેચીસ નંબર પર થી તેના માલીકો સુઘી પહોંચવાની કામગીરી પોલીસે શરૂ કરી છે. પકડાયેલ ઈસમ સામે છેતરાયેલા બીજા અન્ય ઈસમો પણ ફરીયાદો નોંધાવે તેવી શક્યતાઓ સેવાય રહી છે.