સંંતરામપુર તાલુકા પંંચાયતના મનરેગા શાખાના 35 કર્મચારીઓ 6 મહિનાથી પગારથી વંચિત

સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં 35 કર્મચારીઓ ફરજ બજાવી રહેલા છે. જેમાં સંતરામપુર તાલુકાના આશરે 75 જેટલી ગ્રામ પંચાયતોમાં ફિલ્ડ વર્ક ટેકનીકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ગ્રામ રોજગાર સેવક વિવિધ પ્રકારની પોસ્ટ ધરાવતા કર્મચારીઓ 12 કલાક સુધી ફરજ નિભાવતા હોય છે. ગામડે ગામને રોજગારી મળી રહે તે માટે તમામ યોજનાઓ હેઠળ કામો પણ કરતા હોય છે, પરંતુ પગારથી વંચિત રાખવામાં આવતા હોય છે. આવી કાળજાળે મોંઘવારીમાં નાના કર્મચારીઓને મધ્યમ વર્ગના ઘર ચલાવવું પણ મુશ્કેલ પડતું હોય છે, એવી પરિસ્થિતિ સર્જરી હોય છે. માલ સામાન કરિયાણું લાવવા માટે બે થી ત્રણ મહિના સુધી દુકાનોમાં ઉધાર માંગવા પણ મજબૂર બનતા હોય છે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.

મળતી માહિતી મુજબ એક કર્મચારીએ પોતાના બાળકની હાઈસ્કૂલમાં શિક્ષણ માટે ફી ભરવા માટે પોતાના ઘરના દાગીના મૂકીને ફી ચૂકવી ટીવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં અને એપીઓને જાણ કરતા ટેકનિકલ ખામી છે અને ગ્રાન્ટ હાલમાં આવેલી નથી. તેઓ જ જવાબ મળતો હોય છે આવા કર્મચારીઓનો વહેલી તકે સમયસર દર મહિને પગારની ચુકવણી કરવામાં આવે જીલ્લામાંથી યોજના હેઠળ રોજિંદી ઓનલાઈનમાં કામગીરી માટે અને માહિતી માટે સતત કામગીરી બતાવતા હોય છે, પરંતુ પગાર ચૂકવવામાં જીલ્લાના અધિકારીઓ પગાર ચૂકવવામાં જરાય રસ નથી.