સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં માલિકે રોડ ઉપર ગેરકાયદેસર કરેલ બાંંધકામ દુર કરાયું

સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં મકાન માલિકે રોડ ઉપર ગેરકાયદે બાંધકામ કરેલું હતું. સોસાયટી વિસ્તારના રહીશો અને પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્રસિંહ ઝાલા અને દિપકભાઈ પાઠક માં રજૂઆત કરીને દબાણ દૂર કરાયું. સંતરામપુર ગોધરા વિસ્તારમાં રાકેશભાઈ શાહ પોતાના મકાન આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરીને દિવાલ ઊભી કરેલી હતી અને પાકો બાંધકામ કર્યો હતો દિવાલ ઊભી કરવાથી મંગલ સોસાયટીમાં રહેતા મોટા ભાગના રહીશોને વાહન લઈને પ્રવેશ કરતી વખતે તેને બહાર નીકળતી વખતે ઘણી હાલાકી ભોગવી પડતી હોય છે.

જેના કારણે મકાન માલિકને રજૂઆત કરેલી કે તમે દિવાલ તોડી પાડો પરંતુ મકાન માલિકે દિવાલ ન તોડતા અને દબાણ કરી મૂકેલું હતું. સોસાયટી વિસ્તારના રહીશ દીપકભાઈ પાઠક અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્રસિંહ ઝાલાએ લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરી અને તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરીને સ્થળ ઉપર જ પાકું બનાવેલું બાંધકામ જીસીબી દ્વારા દૂર કરવામાં આવ્યું. આ જ રીતે સંતરામપુરમાં મોટાભાગના લોકોએ બાંધકામ કરેલા ગેરકાદેસર રીતે પાકા બાંધકામ કરીને દબાણો કરી મુકેલા છે. જો ગ્રામજનો આવી રીતે જાગૃત થાય અને ગામની અંદર દબાણ દૂર કરાવે તો ગામની અંદરથી ટ્રાફિક સમસ્યા પણ દૂર થઈ શકે છે. નગરપાલિકા તંત્ર અને જીલ્લા વહીવટી તંત્ર સંતરામપુરમાં થયેલા મોટાભાગના પાકા બાંધકામો સરકારી જમીનમાં દબાણો સોસાયટી વિસ્તારોમાં વિવિધ વિસ્તારોની અંદર જો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો લોકોને અને સ્થાનિક રિતોને પણ રાહ થઈ શકે છે અને લોક માંગ પણ ઉભી થયેલી છે.