મેષ: આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે.
વૃષભ: આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં તમે સારી સફળતા મેળવી શકશો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે.
મિથુન: આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો.
કર્ક: આજે મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે. તમને સલાહ છે કે, આજે તમે પારંપરિક ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરો. વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે.
સિંહ:પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો. નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.
કન્યા: રાજકીય ક્ષેત્રમાં આજે આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે.
તુલા: માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પણ આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.
વૃશ્ર્ચિક: આજે વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. સાંજના સમયે હરવા-ફરવા દરમિયાન મહત્વની માહિતી મળવાની સંભાવના છે.
ધન: આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે.
મકર: સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેણ દેણમાં ખાસ ધ્યાન રાખજો.
કુંભ: વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આથક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે.
મીન: આજે આર્થિક પક્ષ મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, ર્ક્તિીમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલું કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે.