વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટનો રિપોર્ટ સ્વીકારવા ઇન્કાર

વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે રિપોર્ટ સ્વીકારવા ઇન્કાર કર્યો છે. આ રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયો હતો. રિપોર્ટ સ્વીકારવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો. આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવાનું હાઇકોર્ટે જણાવ્યું હતું.

એડવોકેટ જનરલે કોર્ટે કોર્ટમાં આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનો વાતનો સ્વીકાર કર્યો હતો. તેની સાથે જવાબદાર બધા લોકો સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. એડવોકેટ જનરલે સરકાર વતી તૈયારી બતાવી હતી. આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કમિટીના રિપોર્ટને શબ્દોની માયાજાળ ગણાવ્યો હતો. રિપોર્ટ સત્યને છૂપાવતો હોવાનું હાઇકોર્ટે જણાવ્યું હતું. રિપોર્ટ સત્યને છૂપાવવા માંગતો હોય તેમ હાઇકોર્ટનો આદેશ છે.

તમામ જવાબદારી અધિકારીઓ અને લોકો સામે ખાતાકીય તપાસ શિસ્તભંગના પગલાં સહિતની કાર્યવાહી થશે. શેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કરેલી તપાસ અને અપાયેલો રિપોર્ટ સંતોઝનક નહીં હોવાનું હાઇકોર્ટે નોંયું હતું. કોર્ટનું અવલોકન હતું કે કમિટીનો રિપોર્ટ શબ્દોની જાળથી વિશેષ કશું નથી. એક તબક્કે કોર્ટેનોંયું કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા પછી કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે. જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તે ચલાવી નહી લેવાય. જવાબદારી અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે અમારું વ્યક્તિગત રીતે કોઈના સામે કશું નથી, પરંતુ જનહિતામાં આ પ્રકારના આદેશ આપવા જરૂરી છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી પણ માંગી હતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની નવેસરથી બધા રેકોર્ડ જોયા પછી તપાસ કરીને ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા આદેશ આપ્યો છે. આમ આખી ઘટનામાં નવેસરથી તપાસ કરવી જરૂરી છે.