ભારતીય ટીમના પૂર્વ કોચ કેન્સરની સાથે આર્થિક મોરચે પણ સંઘર્ષ કરી રહ્યાં છે

પૂર્વ ભારતીય ક્રિક્ટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ હાલમાં લંડનમાં છે. અને બ્લડ કેન્સરથી અત્યંત મોંઘીદાટ સારવારને પહોંચી વળવા માટે તેઓ આથક મોરચે પણ સંઘર્ષ કરી રહ્યા છે. તેવો ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટિલે કર્યો છે.

અંશુમાન ગાયકવાડને બ્લડ કેન્સરની સારવારમાં આર્થિક  મદદ મળી રહે તે માટે સંદીપ પાટિલ અને દિલીપ વેંગસરકર સહિતના કેટલાક પૂર્વ ખેલાડીઓએ બીસીસીઆઈ સમક્ષ રજુઆત કરી છે. પાટિલે એક મીડિયામાં તેમની કોલમમાં લખ્યું કે, ’હું થોડા સમય પહેલા જ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં ગાયકવાડને મળ્યો હતો. ત્યારે અંશુમાને ખુદ જ આ અંગે વાત કરી હતી.’ પાટીલે આશા વ્યક્ત કરી કે, બીસીસીઆઇ અમારી રજુઆત તરફ યાન આપીને ગાયકવાડને બને તેટલી ઝડપી આથક મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરશે.

ભારતના એક જમાનાના સુપરસ્ટાર ક્રિકેટર અંશુમાન ગાયકવાડ ૧૯૭૫ થી લઈને ૧૯૮૭ દરમિયાન ૪૦ ટેસ્ટ અને ૧૫ વનડે રમ્યા હતા. તેઓએ ૪૦ ટેસ્ટમાં બે સદી અને ૧૦ ફિટી સાથે ૧૯૮૫ રન ફટકાર્યા હતા. અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે ૧૫ વનડેમાં તેમના ૨૬૯ ૨ન અને એક વિકેટ હતા. તેઓએ ભારતીય ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તેઓ બરોડા તરફથી ઘરઆંગણાનું ક્રિકેટ રમ્યા હતા અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહ્યા હતા.