આજે આખા દેશમાં ૪૫ ઠેકાણે રોજગાર મેળો, મોદી યુવાનોને નોકરીના પત્ર સોંપશે

નવીદિલ્હી,

પીએમ મોદી મંગળવાર, ૨૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપશે. કેન્દ્ર સરકારના ભરતી અભિયાનનો આ બીજો તબક્કો છે, જેમાં દેશભરમાં ૪૫ સ્થળોએ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવશે.

રોજગાર મેળાના બીજા તબક્કામાં પોર્ટ બ્લેર, વિશાખાપટ્ટનમ, ઇટાનગર, ગુવાહાટી, પટના, ચંદીગઢ, રાયપુર, નવી દિલ્હી, પણજી, ગુરુગ્રામ, સોનીપત, પંચકુલા, શ્રીનગર, ઉધમપુર, જમ્મુ, રાંચી, હજારીબાગ, બેંગલુરુ, તિરુવનંતપુરમ, લેહ, ભોપાલ, ગ્વાલિયર, ઇન્દોર, પુણે, નાગપુર, ઇમ્ફાલ, શિલોંગ, ઐઝવાલ, દિમાપુર, ભુવનેશ્ર્વર, જલંધર, અજમેર, જોધપુર, ગંગટોક, ચેન્નાઇના સરકારી નોકરી મળશે અને તેને માટે તેમને નિયુક્તી પત્ર સોંપવામાં આવશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ચેન્નઈથી, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુરથી, ભારે ઉદ્યોગ પ્રધાન ડો.મહેન્દ્ર નાથ પાંડે પ્રયાગરાજથી, માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર ગુરુગ્રામથી, પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ પટનાથી. પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ નવી દિલ્હીથી, ઉધમપુરના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી સહિત ૪૫ મંત્રીઓને અલગ અલગ જગ્યાએ રોકાવાનું કહેવામાં આવ્યું છે. આ તમામ મંત્રીઓ આ સ્થળોએ યુવાનો સાથે વાતચીત કરશે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરતી વખતે વડા પ્રધાન સાથે સંકળાયેલા રહેશે.

૨૫ ઓક્ટોબરે દેશભરમાં યોજાયેલા રોજગાર મેળાના પ્રથમ તબક્કામાં ૭૫ હજાર યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ જગ્યાઓ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ વર્ષે જૂનમાં પીએમે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ૧૦ લાખ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. નવનિયુક્ત કર્મચારીઓ ગ્રુપ-એ, ગ્રુપ-બી (ગેઝેટેડ), ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી જેવા વિવિધ સ્તરે સરકારમાં જોડાશે. જે પદોની નિમણૂક કરવામાં આવી રહી છે તેમાં કેન્દ્રીય સશ દળોના કર્મચારીઓ, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ્સ, એલડીસી, સ્ટેનોસ, પીએ, આવકવેરા નિરીક્ષકો, એમટીએસ અને અન્યનો સમાવેશ થાય છે.