શ્રીનગર નજીક 3 આતંકીઓનો ખાતમો

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર નજીક ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જવાનોએ 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઢાળી દીધા છે.આ દરમિયાન એક નાગરિકનુ ક્રોસ ફાયરિંગમાં મોત થયુ છે.શ્રીનગર નજીક આ વર્ષે 16 આતંકવાદીઓ અત્યાર સુ ધીમાં મોતને ભેટી ચુક્યા છે.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે 177 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીર ખીણ વિસ્તારમાં અત્યાર સુધીમાં 72 સર્ચ ઓપરેશન હાથ ધવામાં આવ્યા છે.મરનારા ઘણા આતંકીઓનુ કનેક્શન પાકિસ્તાન સાથે પણ હતુ.કલમ 370 હટાવાયા બાદ સુરક્ષાદળોએ ખીણમાંથી આતંકનો સફાયો કરવા માટે કમર કસી છે.જેના ભાગરુપે આજે પણ થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓએ જીવ ગુમાવ્યો હતો.ગઈકાલે મધરાતથી શરુ થયેલુ ઓપરેશન આજે સવાર સુધી ચાલ્યુ હતુ.