મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા નીટ લીક થવાનો મામલો ચર્ચામાં છે. આ મામલે તપાસ ચાલી રહી છે. દરમિયાન, સાઉથના સુપરસ્ટાર અને હવે સક્રિય પાર્ટીના નેતા વિજયે આ અંગે ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે લોકોનો હવે આ પરીક્ષામાંથી વિશ્ર્વાસ ઉઠી ગયો છે. તેણે એમ પણ કહ્યું કે આ પરીક્ષામાંથી છૂટકારો મેળવવાનો ઉપાય છે.
એક પાર્ટી ઈવેન્ટમાં બોલતા ટીવીકે ચીફ અને એક્ટર વિજયે કહ્યું, ’લોકોનો નીટ પરીક્ષા પરથી વિશ્ર્વાસ ઉઠી ગયો છે. દેશને નીટની જરૂર નથી. નીટમાંથી મુક્તિ એ એકમાત્ર ઉપાય છે. રાજ્ય વિધાનસભામાં નીટ વિરુદ્ધ પસાર થયેલા ઠરાવનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે તમિલનાડુના લોકોની ભાવનાઓનું સન્માન કરે. શિક્ષણને સમવર્તી યાદીમાંથી રાજ્યની યાદીમાં લાવવું જોઈએ.
સરકારને વિનંતી કરતાં તેમણે કહ્યું કે, ’હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે તમિલનાડુના લોકોની ભાવનાઓનું સન્માન કરે. શિક્ષણને સમવર્તી યાદીમાંથી રાજ્યની યાદીમાં લાવવું જોઈએ.રિપોર્ટ્સ અનુસાર, વિજયે એમ પણ કહ્યું કે વચગાળાના ઉકેલ તરીકે ભારતીય બંધારણમાં સંશોધન કરીને ’સ્પેશિયલ કોનકરન્ટ લિસ્ટ’ બનાવવું જોઈએ અને તેમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો સમાવેશ કરવો જોઈએ.
વિજયનું ફિલ્મી કરિયર ઘણું સારું રહ્યું છે. વિજયે તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેઓ સૌપ્રથમ તમિલ ફિલ્મ વેત્રી (૧૯૮૪)માં બાળ કલાકાર તરીકે દેખાયા હતા. તેણે બાળ કલાકાર તરીકે છ ફિલ્મો કરી. આ પછી તેણે એક્ટર તરીકે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.