વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત-પાકિસ્તાનની ૬ જુલાઇએ ટક્કર

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ આજથી શરૂ થવા જઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. યુવરાજ, હરભજન, રૈના અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, યુનિસ ખાન જેવા ખેલાડીઓને પડકાર આપતા જોવા મળશે.આ સાથે આ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલ જેવા મજબૂત બેટ્સમેનની બેટિંગ જોવા મળશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની પ્રથમ આવૃત્તિ ૩ થી ૧૩ જુલાઈ દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટની તમામ મેચ બમગહામ અને નોર્થમ્પટનમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમો સામેલ છે. દરેક ટીમ એકબીજા સામે ૧-૧ મેચ રમશે. જે બાદ ટોપ ૪ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. જે બાદ ફાઈનલ મેચ ૧૩ જુલાઈએ રમાશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૪નું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને ડિઝની હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ફેનકોડ મોબાઈલ એપ પર પણ મેચ લાઈવ જોઈ શકાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે ૫:૩૦ અને ૧૦:૩૦ કલાકે રમાશે.

ભારત: યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, યુસુફ પઠાણ, ગુરકીરત માન, રાહુલ શર્મા, નમન ઓઝા, રાહુલ શુક્લા, આરપી સિંહ, વિનય કુમાર, ધવલ કુલકર્ણી, અનુરીત સિંહ અને પવન નેગી.

ઓસ્ટ્રેલિયા: બ્રેટ લી, ટિમ પેન, શોન માર્શ, બેન કટિંગ, બેન ડંક, ડર્ક નેન્સ, ડેન ક્રિશ્ર્ચિયન, બેન લાફલિન, એરોન ફિન્ચ, જોન હેસ્ટિંગ, બ્રાડ હેડિન, કેલમ ફર્ગ્યુસન, પીટર સિડલ, ઝેવિયર ડોહર્ટી, નાથન કુલ્ટર-નાઈલ.

દક્ષિણ આફ્રિકા: જેક્સ કાલિસ, ઇમરાન તાહિર, હર્ષલ ગિબ્સ, મખાયા એનટીની, ડેલ સ્ટેન, એશવેલ પ્રિન્સ, નીલ મેકેન્ઝી, રયાન મેકલેરેન, જસ્ટિન ઓન્ટોંગ, રોરી ક્લિન્ડલીટ, જેપી ડુમિની, રિચાર્ડ લેવી, ડેન વિલાસ, વર્નોન ફિલેન્ડર, ચાર્લ લેંગવેલ્ડ.

વેસ્ટ ઈન્ડિઝ: ક્રિસ ગેલ, ડેરેન સેમી, સેમ્યુઅલ બદ્રી, ટીનો બેસ્ટ, રિયાદ રાયન એમરિટ, જેસન મોહમ્મદ, નવીન સ્ટુઅર્ટ, એશ્લે નર્સ, ડ્વેન સ્મિથ, સુલેમાન બેન, ચેડવિક વોલ્ટન, જેરોમ ટેલર, ફિડેલ એડવર્ડ્સ, કિર્ક એડવર્ડ્સ, જોનાથન કાર્ટર.

પાકિસ્તાન: શરજીલ ખાન, ઉમર અકમલ, યુનિસ ખાન, શોએબ મલિક, મિસ્બાહ ઉલ હક, શાહિદ આફ્રિદી, અબ્દુલ રઝાક, વહાબ રિયાઝ, સોહેલ તનવીર, સોહેલ ખાન, અબ્દુલ રહેમાન, આમિર યામીન, તૌફીક ઉમર, શોએબ મક્સૂદ, યાસિર અરાફાત, તનવીર અહેમદ.

ઈંગ્લેન્ડ: કેવિન પીટરસન, રવિ બોપારા, ઈયાન બેલ, સમિત પટેલ, ઓવેસ શાહ, મસ્ટર્ડ ફિલિપ, સાજિદ મહમૂદ, ક્રિસ સ્કોફિલ્ડ, અજમલ શહઝાદ, રયાન સાઇડબોટમ, ઉસ્માન અફઝલ, સ્ટુઅર્ટ મીકર, કેવિન ઓ’બ્રાયન, ડેરેન મેડી

૩ જુલાઈ ઈંગ્લેન્ડ

૬ જુલાઇ પાકિસ્તાન

૮મી જુલાઈ ઓસ્ટ્રેલિયા

૧૦ જુલાઈ દક્ષિણ આફ્રિકા