સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટક્તી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
સ્થાનિક પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણને પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. લાશ નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટક્તી હોવાની સ્થિતિમાં મળી આવી હતી.