નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી.ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમુના લેવાયા છે.
આ ઉપરાંત કોસ્મેટિકના ૧૧ મળી કુલ ૧૪ નમુના લઇ તમામ નમુના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. ૩૦ લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
લિંબાયત ઝોની બાજુમાં જ આયુષી એન્ટરપ્રાઇઝ દ્વારા આ કૌભાંડ ચાલતું હતું. બનાવટી દવા એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઇન વેચાણ કરતા હતા. સરથાણા સ્થિત ફ્ સર્કલ નજીક આરજે એન્ટરપ્રાઇઝમાં પણ કાર્યવાહી કરાઈ છે. માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહીરા બાયોટેકમાં પણ રેડ કરવામાં આવી છે.