દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત 10 જેટલા રોડ બનાવવા માટેની યોજના હોવા છતાંય નગરપાલિકા દ્વારા સ્માર્ટ રોડ બનાવના રોડ પર પેચિંગ માટેનું આયોજન કરી રોડ બનાવી દેતા અને ળલ રોડ ઉપરનો પણ રોડ પાતળી ડામરી કારણ કરી બનાવી દેતા અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં શહેરમાં ચર્ચા ચાલતા જાગૃત નાગરિક દ્વારા પાલિકામાં માહિતી અધિકાર અંતર્ગત માહિતી મંગાતા પાલિકાના માહિતી વિભાગે ળલ રોડ સહીત અન્ય જગ્યામાં પણ રોડમાં પેચિંગ કરાયા હોવાની માહિતી આપી દેતા જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જયારે સ્માર્ટ રોડ બનાવવાના હોય તે રોડ ઉપર પાલિકા દ્વારા પેચિંગ કરી દેતા જાગૃત નાગરિક દ્વારા જણાવાયું હતું કે, જે રોડ સ્માર્ટ રોડ બનવાના હોવા છતાંય પાલિકાએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રોડ ઉપર ડામરી કરણ કરી નાખતા સરકારના કરોડો રૂપિયાને નુકશાન પહોંચાડયું છે.
જયારે બીજા અન્ય રોડ ઉપર પાલિકાએ માહિતી અપાતા જણાવ્યું હતું કે, દાહોદ શહેરના ગળી ખાંચાના રોડ ઉપર પણ ડામરી કરણ કરી દેવાયા છે. જયારે જાગૃત નાગરિક દ્વારા તે રોડોની વિઝીટ કરાતા તે રોડો ઉપર કોઈપણ જાતનું ડામરી કરણ કરાયું નથી અને દાહોદ શહેરમાં અલગ અલગ રોડ ઉપર રોડના પેચિંગ કરી સરકારના કરોડો રૂપિયાને ચુનો લગાડ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે. જેમાં જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેં માહિતી એક રોડની માંગી હતી. જેમાં પાલિકાના માહિતી વિભાગે જે રોડ ઉપર થીગલા માર્યા છે, તે તમામ રોડની માહિતી આપી દેતા પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા પોતાની મનમાની કરી સ્માર્ટ રોડ બનાવની જગ્યા ઉપર પણ ડામરના થીગલા મારી દેતા અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે અને પાલિકાએ સ્માર્ટ રોડ પર થીગલા મારવા હેતુ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.