ગુજરાત રાજ્યમાં દિવેલા સીડસ પ્રોગ્રામ કરતાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સંયુકત મીટીંગ કૃષિ મંત્રીની અધ્યક્ષતા યોજાવા તેવી માંગ પંંચમહાલ ભારતીય કિસાન સંંધ પ્રમુખે કરી

પંચમહાલ જીલ્લા ભારતીય કિસાન સંધ પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના દિવેલા સીડસ પ્રોગ્રામ કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવો આપવા માટે સંયુકત મીટીંગનું આયોજન કરવા માટે રાજ્ય કૃષિ મંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.

ગુજરાત રાજ્યના ખેડુત ખાતેદારો દિવેલાના સીડસ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજકોમાસોલ તથા પ્રાઈવેટ કંપનીઓ દ્વારા અપાતા બિયારણનું ઉત્પાદન કાર્ય કરે છે. રાજ્ય સરકારના બિજ નિગમ દ્વારા જે ભાવો નકકી કરવામાં આવે તે મુજબ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા ભાવોનું એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને બિયારણનું ઉત્પાદન કરવામાં આવે છે. ચાલુ વર્ષ પ્રાઈવેટ કંપનીઓ-એજન્સીઓ અને સીડસ પ્રોગ્રામ કરાવતા એસોશીએસન દ્વારા બિજ નિગમ કરતા ધણા નીચા ભાવો નકકી કરશે. તેવી ખેડુતોની રજુઆત છે જેને કારણે ખેડુતોને નુકશાન થઈ શકે છે.

ત્યારે રાજ્યના કૃષિ મંત્રી તરીકે ખેડુતો અને કંપનીઓના મધ્યસ્થી બની દિવેલા સીડસ પ્રોગ્રામના ભાવ નકકી કરાવ માટે સરકારી સંસ્થાઓ, નિયમો, વેપારી એસોશીએશન અને ખેડુત પ્રતિનિધીઓ સાથે જોઈન્ટ મીટીંગ કરી ખેડુતોના હિતમાં ભાવ નકકી કરેલા હતા. જેને લઈ ખેડુતોને પોષણક્ષમ ભાવ મળેલ હતા. ત્યારે ચાલુ વર્ષ દિવેલા સીડસ પ્રોગ્રામ કરતા ખેડુતોના હિતમાં ભાવ જાહેર કરતાં પહેલા નિગમના અધિકારીઓ, વેપારી એસોશીએસન, સીડસ પ્રોગ્રામ કરતી એજન્સીઓ ખેડુતો તથા સહકારી આગેવાનોની સંયુકત મીટીંગ રાજ્ય કૃષિ મંત્રી રાધવજી પટેલની અધ્યક્ષતામાં યોજી દિવેલાના દિવેલા પ્રોગ્રામના પોષણક્ષમ ભાવ મળે વાવેતરના સમય નજીક હોય ત્યારે ખેડુતોના હિતમાં સંયુકત મીટીંગ યોજાવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા ભારતીય કિસાન સંધના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય કૃષિ મંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ છે.