દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થતાં જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદનાં પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ભારત દેશ માં જૂના કાયદાની જગ્યાએ નવા ત્રણ કાયદાઓ,ભારતીય ન્યાય સંહિતા -2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023. અમલમાં આવેલ છે. અને આ નવા કાયદાઓ અને જોગવાઈઓની સામાન્ય વ્યક્તિ ને જાણકારી મળી રહે તે આશય થી જાગરૂકતા કાર્યક્રમ દાહોદ સબ જેલના અધિક્ષક એફ.એસ.મલેક, સહાયક અધિક્ષક ગોપાલભાઈ વણઝારા, ઔધોગિક તાલીમ સંસ્થા નાં આચાર્ય દીપકભાઈ મકવાણા અને પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા નાં પ્રશિક્ષર્થીઓને જાણકારી આપી જાગરૂક કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સામાજીક કાર્યકરો રતનસીંગ બામણિયા, વાસુદેવ મંગલાની અને પ્રદીપ રાઠોડે જહેમત ઉપાડી હતી.150 થી વધુ પ્રશિકક્ષાર્થીઓએ જાગરૂકતા કાર્યક્રમનો લાભ લીધો હતો.