ઝાલોદ નગરમાં હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને લઈ વિરોધ કર્યો

દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ દહન કરવામાં આવ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી શાબ્દીક ટીપ્પણી કરતાં ઝાલોદના હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. રાહુલ ગાંધીના આવા શબ્દોને પગલે રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી હતી.

લોકસભાની ચુંટણી બાદ નવી ચુંટાયેલ સરકારનું પહેલુ સદન ચાલી રહ્યું છે. ત્યારે લોકસભાના સત્રમાં વિપક્ષના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા, હિન્દુ ચોવીસ કલાક હિંસા ફેલાવે છે. હિન્દુઓ અસત્ય ફેલાવે છે. રાહુલ ગાંધીના આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતાં ભારતમાં રહેતા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાય છે. દેશમાં ઠેર ઠેર હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનો ભારે વિરોધ સહિત રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે ઝાલોદના હિન્દુ સમાજ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રાહુલ ગાંધી હાય.. હાય..ના નારા હિન્દુ સમાજ દ્વારા લગાવાવમાં આવ્યાં હતાં. સાથે સાથે રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી ઉઠવા પામી છે. અને રાહુલ ગાંધીની આવી ટિપ્પણી સાખી લેવામાં આવશે નહીં તેમ પણ ઝાલોદના હિન્દુ સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.