ઝાલોદના મલવાસી ગામની 21 વર્ષીય પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મલવાસી ગામે એક 21 વર્ષિય પરણિતાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.01 જુલાઈના રોજ ઝાલોદના મલવાસી ગામે ચોરા ફળિયામાં રહેતાં 21 વર્ષિય પરણિતા શીતલબેન વૈભવભાઈ ડામોરે કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરે મોભાના સરા (લાકડા) સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાને પગલે પંથકમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ મૃતક પરણિતા શીતલબેનના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે સુનીલભાઈ જોખનાભાઈ કલાસવાએ ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.