ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસેથી રસ્તા ઉપરથી પસાર થતાં 35 વર્ષીય યુવાન વહેલી સવારે કોઈ ટ્રેનની અડફેટમાં આવી જતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું. ગોધરા રેલ્વે પોલીસે તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરા ભાગોળ પાસે એલ.સી.-4 ફાટક પાસે વહેલી સવારે 4 વાગ્યાના સમયે પગદંડી રસ્તા ઉપરથી 35 વર્ષીય જયદિપસિંહ રણજીતસિંહ જાદવ (રહે. સારંગપુર,ભાથીજીના ધોડા, તા.ગોધરા) પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ રનીંગ ટ્રેનની અડફેટમાં આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. બનાવની જાણ ગોધરા રેલ્વે પોલીસને થતાં ધટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવીને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.