ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક ગોઝારી દુર્ઘટના ઘટી, સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં ૧૨૧ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ૧૦૮ મહિલાઓ, ૭ બાળકો સામેલ છે. અહીં સાકાર હરિબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. ભોલેબાબા હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધમાં છે. સત્સંગ પૂરો થયા બાદ અહીં જેવી ભીડ નીકળવાની શરૂ થઈ કે ત્યાં ભાગદોડ મચી ગઈ. હવે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ ૮૦ હજાર લોકોની મંજૂરી મળવા છતાં અઢી લાખ લોકો સત્સંગમાં ભેગા થયા હતા.
હાથરસ કરુણાંતિકામાં એફઆઈઆર દાખલ કરાઈ છે. જે મુજબ ૮૦ હજાર લોકોની મંજૂરી માંગવામાં આવી હતી. જ્યારે લોકોની સંખ્યા અઢી લાખની આસપાસ હતી. આરોપ છે કે ભીડ જ્યારે દબાઈ રહી હતી ત્યારે સેવાદારો અને આયોજકોએ ડંડાઓથી જબરદસ્તીથી રોક્યા. ભાગદોડ દરમિયાન આયોજકો અને સેવાદારોએ કોઈ સહયોગ કર્યો નહીં. હ્લૈંઇ મુજબ અઢી લાખની ભીડ હોવાનું જણાવાયું છે આ ઉપરાંત મહત્વપૂર્ણ છે કે બાબાનું નામ એફઆઈઆરમાં છે જ નહીં. તમામ સેવાદારોએ ડંડાથી જબરદસ્તીથી રોક્યાનો ઉલ્લેખ છે.
દુર્ઘટના અંગે હાઈકોર્ટને પત્ર પણ લખવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસને લેટર પીટિશન મોકલવામાં આવી છે. અકસ્માતની સીબીઆઈ કે ન્યાયિક તપાસની માંગણી કરાઈ છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી પણ કરાઈ છે.