કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ઉમંગ સિંધાર પર રેપનો આરોપ, એફઆઇઆર દાખલ

ભોપાલ,

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત ચૂંટણીમાં સહ પ્રભારી, મધ્ય પ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉમંગ સિંધાર વિરુદ્ધ ધારના નૌગાંવ પોલીસ સ્ટેશનમાં રેપ અને મારપીટ સહિત અન્ય ધારાઓમાં દાખલ કરવામાં આવી છે.એફઆઇઆર દાખલ કરાવનાર મહિલાએ પોતાને ઉમંગ સિંધારની પત્ની ગણાવી છે.એફઆઇઆર નોંધાયા બાદથી ઉમંગ સિંઘર ગાયબ છે.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ૩૮ વર્ષની પરિણીત મહિલાએ મધ્યપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉમંગ સિંઘર, કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત ચૂંટણીના સહ-ઈન્ચાર્જ વિરુદ્ધ ધારના નૌગાંવ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે રિપોર્ટ નોંયો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, નવેમ્બર ૨૦૨૧ થી ૧૮ નવેમ્બર ૨૦૨૨ ની વચ્ચે ઉમંગ સિંઘરે પીડબ્લ્યુડી ઓફિસની પાછળના ધારાસભ્યના આવાસમાં તેની સાથે રેપ કર્યો હતો અને મારપીટ કરી હતી. મહિલાએ ધારાસભ્ય પર અપ્રાકૃતિક કૃત્ય કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ તમામ આરોપોના આધારે નૌગાંવ પોલીસે ઉમંગ સિંઘર વિરુદ્ધ કેસ નોંયો છે. રેપ જેવા મામલે એફઆઇઆર દાખલ થયા બાદ ઉમંગ સિંધાર ન તો ધારમાં છે કે, ન તો પોતાના વિધાનસભા વિસ્તારમાં છે. તેઓ ફોન પણ નથી ઉઠાવી રહ્યા. ધરપકડની આશંકાથી ઉમંગ સિંધાર ગાયબ થઈ ચૂક્યા છે. ઉમંગ સિંધાર અગાઉ પણ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. ભોપાલમાં થયેલા એક સુસાઈડ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. તેના ઘર પર એક મહિલાએ સુસાઈડ કર્યું હતું.