કોંગ્રેસના નેતા અને લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોક્સભાના અયક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ લોક્સભામાં તેમના ભાષણમાંથી કેટલાક અંશો કાઢી નાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ડિલીટ કરાયેલા નિવેદનને સંસદના રેકોર્ડમાં પરત લાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે તેમના નિવેદનમાં કંઈ પણ વાંધાજનક નથી.રાહુલ ગાંધીએ કહ્યું કે ’મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું. સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવાનો દરેક સાંસદને અધિકાર છે. આને યાનમાં રાખીને જ મેં મારું ભાષણ આપ્યું હતું.’
હિંદત્વના નિવેદન પર મામલો વધુ ઉગ્ર બનવા છતાં રાહુલ ગાંધી પોતાના નિવેદન પર સ્પષ્ટ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભાષણના અંશો હટાવવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આક્રમક નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીના વિશ્ર્વમાં સત્ય ભૂંસી શકાય છે પરંતુ વાસ્તવિક્તામાં સત્યને ભૂંસી શકાતું નથી. રાહુલે કહ્યું કે મેં જે પણ કહ્યું અને મારે જે કહેવું હતું તે મેં કહ્યું છે, તે સત્ય છે, હવે તેઓ જે પણ ભૂંસી નાખવા માંગતા હોય તેને ભૂંસી નાખો.
આ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોક્સભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ લોક્સભામાં તેમના ભાષણમાંથી કેટલાક અંશો હટાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ડિલીટ કરેલા નિવેદનને સંસદના રેકોર્ડમાં પરત લાવવાની માંગ કરી છે.
લોક્સભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ લોક્સભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન ૯૦ મિનિટથી વધુનું ભાષણ આપ્યું હતું. સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દ્ગઈઈ્ પરીક્ષા અને અગ્નિપથ ભરતી યોજનામાં પેપર લીક થવાના આરોપોને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સિવાય ભગવાન શિવની તસવીર બતાવતા તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા વિશે વાત કરે છે, જ્યારે ભગવાન શિવ શાંતિનો સંદેશ આપે છે. તે કહે છે કે ન તો ડરવું અને ન ડરાવવું. રાહુલ ગાંધીના આ નિવેદન પર પીએમ નરેન્દ્ર મોદી સહિત સરકારના ઘણા મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો હતો.
ભાજપની ફરિયાદો પર સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહીમાંથી તેમના ભાષણના ઘણા ભાગો હટાવી દીધા છે. આ અંગે સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે સંસદ જનતાને ગેરમાર્ગે દોરવાની અને ખોટી માહિતી આપવાની જગ્યા નથી.
રાહુલ ગાંધીના પત્ર પર કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે કહ્યું કે ’લોક્સભા અયક્ષ ઓમ બિરલાને રાહુલ ગાંધીના ભાષણનો અમુક ભાગ હટાવવાનો અધિકાર છે.’ નોંધનીય છે કે સોમવારે (પહેલી જુલાઈ, ૨૦૨૪)ના રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોક્સભામાં આપેલા રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગોને હટાવી દેવામાં આવ્યા છે. દૂર કરાયેલા અંશોમાં હિંદુઓ અને કેટલાક અન્ય ધર્મો પરની તેમની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.