શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના ભારતીય મૂળના બે પૂર્વ એક્ઝિક્યુટિવને ૧ અબજ ડોલર (રૂ. ૮૩૦૦ કરોડ)નું કૌભાંડ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ બંને જણે કંપનીના ગ્રાહકો, ધિરાણદારો અને રોકાણકારોને નિશાન બનાવી કૌભાંડ આચર્યું હતું.
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, આઉટકમ કંપનીના કો-ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ ૠષિ શાહ (ઉ.વ. ૩૮ વર્ષ) અને કો-ફાઉન્ડર તથા પૂર્વ પ્રેસિડન્ટ શ્રદ્ધા અગ્રવાલે (ઉ.વ.૩૮ વર્ષ) ગેરરીતિ આચરી લોકો પાસેથી ફંડ મેળવ્યું હતું. વધુમાં આઉટકમના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર બ્રેડ પર્ડી (ઉં. ૩૫ વર્ષ) પણ આરોપી સાબિત થયો છે.
અમેરિકાની કોર્ટે ૠષિ શાહને ૨૬ જૂનના રોજ સાડા સાત વર્ષની કારાવાસની અને શ્રદ્ધાને ૩૦ જૂનના રોજ સાડા ત્રણ વર્ષની હાફવે હાઉસમાં (સુધાર ગૃહ) સેવા આપવાની સજા ફટકારવામાં આવી છે. બ્રેડને પણ બે વર્ષ-ત્રણ માસની જેલની સજા ફટકારાઈ છે. જેમાં તેમણે ક્યારેય બતાવાઈ જ ના હોય એવી જાહેરાતોની તગડી વસૂલાત કરી હોવાનો આરોપ છે. શાહ વિરૂદ્ધ છેતરપિંડીના પાંચ, વાયર છેતરપિંડીના આઠ અને બેક્ધ સાથે છેતરપિંડી કરવાના બે કેસમાં આરોપ સાબિત થયા છે. જ્યારે પર્ડી મેલ મારફત છેતરપિંડી, બેક્ધ સાથે છેતરપિંડી અને નાણાકીય સંસ્થાને ખોટા નિવેદનો આપવા બદલ દોષિત ઠેરવાયા છે.