ભારતીય શેરબજાર મંગળવારે મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૦૪ ટકા અથવા ૩૪.૭૪ પોઇન્ટ ઘટીને ૭૯,૪૪૧ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૨ શેર લીલા નિશાન પર અને ૧૮ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ આજે મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટી ૦.૦૬ ટકા અથવા ૧૫.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪,૧૨૬ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૦ શેર લીલા નિશાન પર અને ૩૦ શેર લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેકના શેરોની વાત કરીએ તો લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક અને ટાટા કન્ઝ્યુમરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, કોટક બેક્ધ અને બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
મંગળવારે આઈટી અને મીડિયા શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. ક્ષેત્રીય સૂચકાંકોમાં સૌથી મોટો ઉછાળો નિફ્ટી આઈટીમાં ૧.૧૭ ટકા અને નિફ્ટી મીડિયામાં ૧.૦૫ ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૨૬ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૦.૮૩ ટકા અને નિફ્ટી ફાર્મામાં ૦.૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ૧.૮૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૮૫ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૮ ટકા, નિફ્ટી હેલ્થકેર ૦.૩૨ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધ ૦.૮૮ ટકા, નિફ્ટી મેટલ ૦.૪૮ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૮૭ ટકા અને ઓટો નિફ્ટી ૦.૮૭ ટકા સુધર્યા છે. બેક્ધ તે ૦.૭૭ ટકા નોંધાયો હતો.