આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં EVM યુનિટ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઇવીએમ વર્ષ ૨૦૧૮ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રને ઘોર બેદરકારી સામે આવી રહી છે. ૨૦૧૮ની ગ્રામપંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈફસ્ મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઈવીએમનો ઉપયોગ થયો હતો. ત્યારે હવે ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાંથી મળતાં સવાલો ઉઠી રહ્યા છે કે આ ઈફસ્ને અહીં કોણ કચરામાં નાખીને ગયું , તેમજ શું તે ઇવીએમ નકામાં અને બગડી ગયેલા હતા તેથી ફેંકી દેવામાં આવ્યા જેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે બોરસદની જૂની શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ ઈવીએમ મશીન પડેલા જોવા મળ્યા હતા. હવે તે ઈફસ્ ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે.