કાલોલ તાલુકાના કાનોડ ગામે વરસાદી વાતાવરણ વચ્ચે ધરના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી ઉઠતા ધરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
આગની ધટના અંગેના પંચકયાસ રિપોર્ટ અનુસાર જશવંતભાઈ દલસુખભાઈ મકવાણા બસ સ્ટેન્ડ ગયા હતા. તેમના ધરમાંથી આગનો ધુમાડો નીકળતો હતો અને જોતજોતામાં ધરમાં આગ પ્રસરી વિકરાળ બની હતી. જેથી આજુબાજુના રહિશોએ કાલોલ ફાયર બ્રિગેડને જાણ કરતા કર્મચારીઓ ધટના સ્થળે આવી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ધટના સમયે પરિવારજનો ધરની બહાર હોવાથી જાનહાનિ ટળી હતી. પરંતુ કોઈ અગમ્ય કારણોસર લાગેલ આગમાં ધરવખરી સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા. સમગ્ર ધટના અંગે કાનોડ પંચાયતના તલાટીએ ધટના અંગે જરૂરી પંચકયાસ કરીને રિપોર્ટ સુપરત કર્યો હતો.