લુણાવાડાના ચારીયા(હા)પ્રા.શાળામાં ધો-1 થી 8ના અભ્યાસ માટે માત્ર એક જ ઓરડો

લુણાવાડા તાલુકામાં આવેલ ચારીયા(હા)પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 65 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચારીયા(હા)પ્રા.શાળામાં બાળકોને બેસવા માટે માત્ર એક જ ઓરડો હોવાથી બાળકોને જુના કંડમ ઓરડાઓ કાં તો ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષના વધુ સમયથી બાળકો ભયના ઓથા હેઠળ ભણવા મજબુર બન્યા તેમજ સાથે સાથે શિક્ષકો પણ અભ્યાસ કરાવવા મજબુર બન્યા છે. 2017 વર્ષ પહેલા જર્જરિત ઓરડાઓ તોડી દેવા ઓર્ડર કરાયો હતો. ત્યારબાદ ત્રણ શિક્ષણમંત્રી અને લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં ચાર ધારાસભ્ય બદલાયા હોવા છતાં ઓરડા ન બન્યા જે સરકારનો ગતિશીલ વિકાસ દેખાઈ રહ્યો છે. ત્યારે હાલ પાછલા આઠ વર્ષથી િ5્રન્સિપાલની ઓફિસનો માત્ર એક જ ઓરડો હોવાથી ખુલ્લામાં બેસાડવા શિક્ષકો મજબુર બન્યા છે. હાલ પાછલા ત્રણ મહિનાથી ભાડાના મકાનમાં કેટલાક બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ચોમાસામાં અને ઉનાળામાં શુ હાલ થશે ? તંત્રના વાંકે છેલ્લા 8 વર્ષથી માત્ર એક ઓરડો હોવાથી ચાર વર્ષ પહેલા 150 બાળકો હતા જે આજે માત્ર 65 રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી મહિસાગર જિલ્લાના હોવા છતાં ગ્રામલોકો તેમજ સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં ઓરડા ન બનતા રોષ ફેલાયો છે.