કાલોલ તળાવના બ્યુટીફિકેશન અને રોડના કામની સમીક્ષા કરાઈ

કાલોલમાં કરોડો રૂપિયાના ખર્ચે થતાં તળાવ બ્યુટીફિકેશનની કામની ગુણવત્તાની પોલ પહેલા જ વરસાદ ધોવાઈ નાંખતા ઈજારદારના કામ અને મટીરીયલ્સની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચોૈહાણ સહિત હોદ્દેદારો સ્થળ ઉપર દોડી ગયા હતા. અને ધોવાઈ ગયેલા રસ્તા અને હલકી ગુણવત્તાના સામાન અંગે કાલોલના ચીફ ઓફિસર તેમજ બાંધકામ એન્જિનીયરને સ્થળ ઉપર બોલાવી જરૂરી સુચનાઓ આપી હતી. આ ઉપરાંત પરંબા સોસાયટી પાસે બની રહેલા સીસી રોડની પણ મુલાકાત લઈ રોડ બનાવનાર કોન્ટ્રાકટરને બોલાવી ઉચ્ચ ગુણવત્તાવાળુ કામ કરવાની સુચના આપી હતી. અને વિકાસના કામોમાં સરકારી નાણાંનો પુરેપુરો ઉપયોગ કરવા અને ઉચ્ચ ગુણવત્તાનુ કામ કરવાની સુચના આપી હતી.