ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી.રૂમમાં ટપકતા પાણીથી દર્દીઓને હાલાકી

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ શહેર તથા જિલ્લામાંથી સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે જનરલ ઓ.પી.ડી.વિભાગમાં જઈ શરદી, તાવ તેમજ અન્ય રોગોની તપાસ કરાવતા હોય છે. પરંતુ જનરલ ઓપીડી વિભાગના મુખ્ય દ્વાર પાસે ધાબામાં લીકેજ હોવાના કારણે બાથરૂમનુ તેમજ અન્ય ગંદુ પાણી દર્દીઓ ઉપર પડતુ હતુ. તંત્ર દ્વારા રિપેરીંગ કરાવવામાં આવ્યુ હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. જે રિપેરીંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન વિભાગને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. અને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પરંતુ યોગ્ય રિપેરીંગ નહિ કરાવાતા પાણી ટપકવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જેથી દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો. બિમારી દુર કરાવવા સારવાર માટે દુર દુરથી આવતા દર્દીઓ પર ગંદુ પાણી ટપકતા વધુ બિમારીમાં સપડાવવાનો ડર દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. પણ સિવિલ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. અને આ સમસ્યા કાયમી દુર કરવા કોઈ પગલા ભરવામાં આવતા નથી.