- ગોધરામાં આકસ્મિક ચેકીંગમાં 256 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક ઝડપાયું.
- ત્રણ વેપારીઓ સામે રૂા. 11 હજારનો દંડ.
- વિસ્તારમાંં તંત્રના સપાટાથી અન્ય નાના વેપારીઓમાં ફફડાટ.
ગોધરા નગર પાલિકા દ્વારા ઝોન નં.1માં સમાવેશ પામતા વિસ્તારોમાંં આવેલી દુકાનોમાં ચેકીંગ કરીને ત્રણ વિક્રેતા પાસેથી પ્રતિબંધિત સિંગલયુઝ પ્લાસ્ટીક મળી આવતા 256 કિલો જથ્થો જપ્ત કરીને રૂા.11 હજારનો દંડ ફટકારવામાં આવતાંં અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જોકે, બાકી ત્રણ ઝોનમાંં કામગીરી હાથ નહીં ધરવા સામે પણ જાગૃત નાગરિકો અનેક સવાલો કરી રહ્યા છે.
આજના સમયમાં ઠેરઠેર બજારોમાં ખરીદી આધારે પ્લાસ્ટીકની બેગનો બેફામ પણે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાંય સામાન્ય શાકભાજી ખાદ્યપદાર્થ કરિયાણા કે અન્ય સામગ્રીની ખરીદી સિંગલ યુઝ પ્લાસ્ટીકની બેગમાં નાનાથી લઈ મોટા વેપારીઓ ચેકીંગ કરીને પધરાવી દે છે. જેને લઈને દિનપ્રતિદિન આવી નબળી ગુણવત્તાની પ્લાસ્ટીકની બેગનો બહોળો વપરાશ સાથે માંગ વધી રહી છે. વૈજ્ઞાનિક ધારાધોરણ મુજબ આરોગ્ય માટે હાનિકારક હોવાની સાથે તેનો ફરી ઉપયોગ થતો ન હોય વપરાશકારો જાહેર રસ્તા-ખુલ્લામાંં ફેંકી દેતા હોય છે. જેનાથી આ પ્લાસ્ટીક ગમે ત્યાં ઉડીને પડી રહે છે. આવતા જતા રાહદારીઓ લપસવાના કે તેની ઉપર ગંદકીના થર જામી થાય છે.
ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ ખોરાની શોધમાં આવીને ખાઇ જતાં બિમાર કાંતો મોતને ભેટે છે. ખાસ કરીને ચોમાસામાં ખુલ્લી ગટરમાં પડતી આવી બિનઉપયોગી એવી અનેક નકામી પ્લાસ્ટીક બેગથી કચરો એકત્રિત કરીને દિવસો સુધી ગટરોની સાફસફાઈ કરવામાં નહીંં આવતા દિવસે દિવસે વધુ કચરાનો જથ્થો ભેગો જથઈને વરસાદી પાણીનો નિકાલ નહિ થવાથી દુર્ગંધ ફેલાવાની સાથે રોડ ઉપર ગટરના અને વરસાદી પાણીથી ઉભરાઈને રોડ ઉપર આડેધડ ફેલાઈ જાય છે. પરિણામે દિવસો સુધી ગંદકીના મીની તળાવો રચાઈ જતાં આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોને મુશ્કેલીઓનો વારો આવી રહ્યો છે.
આવી સમસ્યાને કારણે પર્યાવરણ અને આરોગ્યને અનુલક્ષીને સરકાર દ્વારા સિંગલ યુઝ એટલે કે, 150 માઈક્રોઓનથી નીચી ગુણવત્તાની પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને તેના અમલીકરણ માટે સ્થાનિક સત્તા મંડળને સોં5ાઈ છે. જેના ભાગરૂપે અવારનવાર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ગોધરા નગર પાલિકા દ્વારા ચેકીંગ કરવા છતાં હજુ બેરોકટોક વપરાશ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર મંગળવારે ગોધરા નગર પાલિકાના ઇન્ચા. સેનેટરી ઈન્સ્પેકટર આર.કે.મહેતા તથા તેઓની ટીમે ઝોન નં-1માં આવેલા વિસ્તારોની વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતુંં. દરમિયાન બસ સ્ટેન્ડ રોડ સ્થિત કૈલાશ પ્લાસ્ટીક, જહુરપુરા વિસ્તારની વિનાયક પ્લાસ્ટીક તથા કમલ પ્લાસ્ટીકની દુકાનો માંથી કુલ 256 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી ત્રણ વિક્રેતાઓને રૂા.11,000/-નો દંંડ ફટકારવામાં આવતાં અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. એટલું જ નહી નાના વેપારીઓ છુપાઈ છુપાઇને ધંધો કરવાનો વારો આવ્યો હતો. જોકે, ઝોન નં-1માં આ પ્રકારે પ્રતિબંંધિત સીંગલ યુઝ પ્લાસ્ટીક સામે ઝુંબેશ હાથ ધરાઈ હતી. તો બાકીના ત્રણ ઝોનમાં હાલ એકપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતાં જાગૃત નાગરિકો પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ગોધરા નગર પાલિકાની કાર્યરીતિ સામે પ્રશ્ર્નાર્થો કરી રહ્યા છે કે, અહીં પણ આવેલી દુકાનોમાં ખુલ્લેઆમ પ્લાસ્ટીકનો ઉ5યોગ થઈ રહ્યો હોવા છતાં કોઇ પગલાંં લેવામાં આવતા નથી. તેઓને જાણે છુટ્ટોદોર મળી ગયો હોય તેમ ખુલ્લેઆમ ચીજવસ્તુઓ પેકીંગ કરીને આપતા વેપારીઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં પણ ખાસ ઝુંબેશના દિવસે બાકાત રહેલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે તેમ પર્યાવરણવાદીઓ ઇચ્છી રહ્યા છે.