દાહોદના સ્કૂલવાન તેમજ રીક્ષા ચાલકો દ્વારા દાહોદના ધારાસભ્યોને તેમજ દાહોદ આરટીઓ કચેરીના અધિકારીને ટેક્સી પાર્સિંગને લઇ આવેદનપત્ર આપી બે થી ત્રણ મહિનાનો સમય આપવા માટે રજૂઆત કરી હતી. તેની સાથે સાથે આજરોજ સ્વૈચ્છિક બંધની જાહેરાત પણ કરવામાં આવી હતી.
દાહોદ શહેરમાં કુલવાન તેમજ રીક્ષાચાલકો દ્વારા દાહોદ એપીએમસી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્સી પાર્સિંગને લઇ તેઓએ દાહોદના ધારાસભ્યની મુલાકાત કરી હતી અને ત્યારબાદ દાહોદ આરટીઓ કચેરીના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, સ્કુલવાન અને સ્કુલ રીક્ષાના ટેક્સી પાર્સિંગ કરવા માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવા માટે રજૂઆત કરી હતી. જેની સાથે સાથે આજરોજ એટલે કે તારીખ 2 જુલાઈના રોજ સ્કૂલવાન અને સ્કુલ રીક્ષાના ચાલકોએ સ્કુલ સેવા સ્વૈચ્છિક રીતે બંધ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદના સ્કુલવાન તેમજ સ્કુલ રીક્ષાના ચાલકો હાજર રહ્યા હતા.