ભારત સરકાર ઘ્વારા 100% e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013” હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા e-KYC કરી શકે તે માટે “Face authentication” આધારીત e-KYC ની સુવિધા માટે “MY Ration App” તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોયછે. જે સભ્યનું e-KYCની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ “મંજુરી માટેની વિગતો મોકલો” ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી.વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.1800-233-5500 પર સંપર્ક કરી શકાશે એમજીલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયુંછે.