- ખેડૂતો ઓનલાઈન અરજી V.C.E મારફતે અથવા જનસુવિધા કેન્દ્ર (CSC ) આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે.
ખેડા જીલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ તારીખ- 03-07-2024 નારોજ ખુલનાર છે. જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામપંચાયતમાં V.C.E મારફતે અથવા જનસુવિધા કેન્દ્ર (CSC) ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે. જીલ્લામાં વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવાયું છે.
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ યોજનામાં અરજી કરવા માટે 8-અ ની નકલ,આધાર કાર્ડની ઝેરોક્ષ,બેંક પાસબુકની નકલ,જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો), વિકલાંગનું પ્રમાણપત્ર (જો લાગુ પડતો હોય તો) જેવા જરૂરી ડોક્યુમેન્ટ લાવવા. વધુ માહિતી માટે ગ્રામસેવકનો સંપર્ક કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી, ખેડા જીલ્લા પંચાયત, નડિયાદ દ્વારા જણાવવામા આવ્યુ છે.