બાલાસીનોરના જોરાપુરામાં નવા કાયદા વિશે માર્ગદર્શન અપાયું

આજરોજ અત્રેના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઈસ્કુલ જોરાપુરા ખાતે નવા અમલમાં આવેલ કાયદા વિશે સરકારી વકીલ કે.એમ.રાણા, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એ.બી.દેવધા નાઓ દ્વારા નવા અમલમાં આવેલ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સદર કાર્યક્રમમાં જોરાપુરા સરપંચ, ગામના આગેવાનો, ઉપરાંત સામાજીક આગેવાનો તથા હાઈસ્કૂલના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.