
ક્તાર,
ફીફા વર્લ્ડકપ ૨૦૨૨નો પ્રારંભ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સંપન્ન થઈ છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર આશરે ૬૦ હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી હતી. ત્યારબાદ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સની વચ્ચે આ કાર્યક્રમ શરૂ થયો હતો. સ્ટેડિયમમાં હાજર ફેન્સનો જોશ જોવા લાયક હતો. બીટીએસ કેપોપ સુપરસ્ટાર જિયોન જુંગકુકે પોતાના પરફોર્મંસથી લોકોનું મનોરંજન કર્યું હતું. તો બીટીએસ સિંગગ જુંગ કૂકે પોતાના નવા ટ્રેક ડ્રીમર્સની સાથે ઉદ્ઘાટન સમારોહમાં ધૂમ મચાવી દીધી હતી. જ્યારે હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમૈને આ સમારોહમાં આશા, એક્તા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો. આ સિવાય અલ બાયત સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળ્યો હતો. આ સમારોહ પહેલા ફ્રાન્ચના દિગ્ગજ માર્સેલ ડેસૈલીએ ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ટ્રોફી વિશ્ર્વ સમક્ષ રજૂ કરી હતી.
ફીફા વિશ્ર્વકપ ૨૦૨૨ માટે ક્તારે કેટલાક કડક નિયમ બનાવ્યા છે. આ કડીમાં વિશ્ર્વકપ સ્ટેડિયમોમાં બીયરના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફીફા અયક્ષ જી. ઇનફૈન્ટિનોએ તેને લઈને કહ્યું કે આયોજકોએ અંતિમ સમય સુધી તે જોવાનો પ્રયાસ કર્યો કે શું દર્શકો માટે સ્ટેડિયમમાં બીયરના વેચાણને મંજૂરી આપી શકાય કે નહીં.