મુંબઇ,
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૬૫ રને કારમો પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ અને બેટરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. શાનદાર ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે સદી ફટકારી બધાનું દિલ જીતી લીધુ હતું. મેચ જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરવાની સાથે ટીમ ઈન્ડિયા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ટીમ બની ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધુ છે. ભારતે વર્ષ ૨૦૨૨માં ૬૨ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ પહેલા રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જેણે ૨૦૦૯માં ૬૧ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પહેલા કોઈ ટીમ એક વર્ષમાં ૬૦ મેચ રમી નથી.
ભારતે વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ૬૨ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં સૌથી વધુ ૩૯ ટી૨૦ મેચ, ૧૮ વનડે અને ૫ ટેસ્ટ સામેલ છે. ભારતે આ વર્ષે દ્વિપક્ષીય સિરીઝમાં શાનદાર પ્રદર્સન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ૨૦૨૨ ટી૨૦ વિશ્ર્વકપને છોડી દેતા દરેક જગ્યાએ પોતાની તાકાત દેખાડી છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે ૧૯૨ રનન ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમ ૧૨૬ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ૬૫ રને જીત મેળવી હતી. ભારત માટે સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. સૂર્યાએ માત્ર ૫૧ બોલમાં અણનમ ૧૧૧ રન ફટકાર્યા હતા.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ મેચ રમનારી ટીમ
વર્ષ ૨૦૨૨ માં ભારત – ૬૨ મેચ
૨૦૦૯માં ઓસ્ટ્રેલિયા – ૬૦ મેચ
વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા – ૫૭ મેચ
વર્ષ ૨૦૦૭માં ભારત – ૫૫ મેચ
વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાન – ૫૪ મેચ