લોન ડિફોલ્ટ કેસમાં વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર જારી કરાયું

વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી)ને સંડોવતા રૂ. ૧૮૦ કરોડની લોન ડિફોલ્ટ કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.સીબીઆઇ સ્પેશિયલ કોર્ટના જજ એસપી નાઈક નિમ્બાલકરે ૨૯ જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

વિગતવાર ઓર્ડરની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.સીબીઆઇની દલીલો અને દસ્તાવેજો અને આરોપીને ‘ભાગેડુ’ હોવાને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે, બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે આ યોગ્ય મામલો છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે હવે બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના પ્રમોટરે પેમેન્ટમાં ‘ઈરાદાપૂર્વક’ ડિફોલ્ટ કરીને જાહેર ક્ષેત્રની બેંકને રૂ. ૧૮૦ કરોડથી વધુનું નુક્સાન કર્યું છે. આ વોરંટ સીબીઆઇ દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ૨૦૦૭ અને ૨૦૧૨ વચ્ચે તત્કાલિન કિંગફિશર એરલાઇન્સ દ્વારા આઇઓબી પાસેથી લેવામાં આવેલી લોન કથિત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં માલ્યાને પહેલા જ ભાગેડુ આથક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા લંડનમાં રહે છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે.