નવા અપરાધિક કાયદા

નવા અપરાધિક કાયદા

અંગ્રેજોના જમાનાની અપરાધિક ન્યાય પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવા અને ન્યાય વ્યવસ્થાને પ્રભાવી બનાવવા માટે ત્રણ નવા અપરાધિક કાયદા પર અમલની તૈયારી વચ્ચે વિરોધના સ્વર ઉભરે તો આશ્ર્ચર્ય નહીં. આપણા દેશમાં હંમેશાં એવું જ થાય છે. છેલ્લા કેટલાક સમયથી એવું કંઇક વધુ જ થવા લાગ્યું છે. સુધારના દરેક પગલાનો વિરોધ કરવામાં આવે છે. કેટલીય વાર તો એ પગલાના ગુણદોષને યાનમાં લીધા વિના જ વિરોધ કરવામાં આવે છે. આવું વિરોધ ખાતર વિરોધની રાજનીતિ અંતર્ગત કરવામાં આવે છે. એના પર આશ્ર્ચર્ય નહીં કે જ્યાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા અપરાધિક કાયદાઓ વિરુદ્ઘ વડાપ્રધાનને પત્ર લખી દીધો છે, ત્યાં જ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ વાંધો નોંધાવ્યો છે. વિપ-ાી દળોના કેટલાક બીજા નેતાઓએ પણ આ નવા અપરાધિક કાયદાઓ લાગુ કરવાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયા છે. વિરોધ માટે તે ચવાયેલી દલીલો કરી રહ્યા છે, જેમ કે આ નવા કાયદા લાગુ કરતાં પહેલાં પૂરતી તૈયારી નથી કરવામાં આવી. સ્પષ્ટ છે કે આ દલીલ કરનારા જાણીજોઈને એની અવગણના કરી રહ્યા છે કે આ કાયદાઓને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળ્યા બાદથી લાખો પોલીસકર્મીઓ સતત જેલ, ફોરેન્સિક, ન્યાયિક અને અભિયોજન અધિકારીઓને પ્રશિિ-ાત કરી ચૂકાયા છે. તે ઉપરાંત અન્ય જરૂરી પગલાં પણ ભરવામાં આવ્યાં છે.

એનો ઇનકાર નહીં કે ત્રણેય નવા અપરાધિક કાયદા લાગુ કરવાના ક્રમમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ એવું તો દરેક નવી વ્યવસ્થા પર અમલ કરતી વખતે થાય છે. જેટલો મોટો બદલાવ થાય છે, પડકારો પણ એટલા જ વધુ હોય છે, પરંતુ તેનો એ અર્થ નહીં કે પડકારોથી બચવા માટે જરીપુરાણી અને કષ્ટદાયક વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે. કોઈપણ તેની અવગણના ન કરી શકે કે અંગ્રેજી સત્તા દ્વારા બનાવવામાં આવેલ અપરાધિક કાયદા ન્યાય આપવામાં સહાયક નથી બની રહ્યા. નાના-નાના કેસોમાં પણ ન્યાય મેળવવામાં જરૂર કરતાં વધુ વિલંબ અને સંસાધનોનો વપરાશ થાય છે. નવા અપરાધિક કાયદાઓ લાગુ કરવામાં જે પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેમાંથી કેટલાકનું તો અનુમાન જ લગાવાય છે, પરંતુ કેટલાક એવા પડકારો પણ સામે આવી શકે છે, જેન વિશે હજુ કોઈને આભાસ ન હોય. એવામાં સરકારે જરૂરી પરિવર્તન અને સંશોધન કરવા માટે તત્પર રહેવું જોઇે, જેથી લોકોને સમય પર સુગમ રીતે ન્યાય મળી શકે. આ નવા અપરાધિક કાયદા લાગુ કરવાનો મૂળ ઉદ્દેશ્ય પણ એ જ છે. નવા અપરાધિક કાયદાઓ લાગુ કરવાના ક્રમમાં એ પ્રથામિક્તાના આધાર પર જોવું પડશે કે તે ન્યાયિક તંત્ર સાથે પોલીસની કાર્યપ્રણાલી અને તેની છબિને સુધારવામાં સ-ામ હોય છે કે નહીં?