અજય દેવગણને રાહત, ’થેક્ધ ગૉડ’ની સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઇ,

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ફિલ્મ થેક્ધ ગૉડની સામે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકીક્તમાં આ કેસની સુનાવણી દરમિયાન અરર્જીક્તાએ કહ્યુ કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તેથી હું મારી અરજી પાછી લઈ રહ્યો છુ. તેના પહેલા અરર્જીક્તાએ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરી હતી. પરંતુ, કોર્ટે આ કેસ પર જલ્દી સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

ચિત્રગુપ્ત વેલફેયર ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એ માંગ કરી હતી કે, અજય દેવગણ સ્ટારર ફિલ્મ થેક્ધ ગૉડની રિલીઝ પર રોક લગાવવામાં આવે. ફિલ્મમાં ભગવાન ચિત્રદગુપ્તને ખોટી રીતે બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યાચિકામાં કહેવામાં આવ્યુ છે કે જો આ ફિલ્મ રિલીઝ થાય છે તો દેશમાં અશાંતિનો માહોલ ઉત્પન્ન થશે. આ અરજીમાં ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરને યુટ્યુબ પરથી હટાવવાની અને ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.

’થેક્ધ ગૉડ’ના મેર્ક્સ પર કાયસ્થ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફિલ્મની સામે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતાં. સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની પણ માંગ કરવામાં આવી હતી. ૧૯ ઓક્ટોબરે આ અરજી પર જલ્દી સુનાવણી કરવાનો ઈક્ધાર કરી દીધો હતો અને ૨૧ નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, ૨૫ ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અરજીમાં અજય દેવગણ, સેન્સર બોર્ડ, ડિરેક્ટર ઈન્દ્ર કુમાર, પ્રોડ્યુસર ભૂષણ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

ઈન્દ્ર કુમાર ડિરેક્ટ કરેલી ફિલ્મ ’થેક્ધ ગૉડ’ને ભલે રિલીઝની પહેલા ઘણો વિવાદ થયો હોય, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી. પહેલા દિવસે ફિલ્મે ૮ કરોડથી વધારેનો બિઝનેસ કર્યો હતો. દિવાળીના સમયે રિલીઝ થયેલી ફિલ્મ ભારતમાં ૩૪.૫૪ કરોડનો જ બિઝનેસ કરી શકી છે. ૫૦ કરોડના બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી.