જેલમાં સેક્સ કાંડ, મહિલા પોલીસ અધિકારી કેદી સાથે મજા માણી મજા

મહિલા જેલ અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. આમાં તે જેલમાં એક કેદી સાથે સંબંધ ધરાવે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટના દક્ષિણ પશ્ર્ચિમ લંડન સ્થિત એચએમપી વેન્ડ્સવર્થ જેલમાં બની હતી. ૩૦ વર્ષીય મહિલા અધિકારીનું નામ લિન્ડા ડી સોસા એબ્રેયુ છે, જે વેસ્ટ લંડનના ફુલ્હેમની રહેવાસી છે. જાહેર કાર્યાલયમાં આવું કૃત્ય કરવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. હવે મહિલા અધિકારીએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તે અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે, જ્યાં કેસની સુનાવણી થવાની છે.

દરમિયાન શુક્રવારે આ સેક્સ વીડિયો સામે આવ્યા બાદ મેટ્રોપોલિટન પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપ છે કે આ વીડિયો જેલની અંદર શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં મહિલા પહેલા સંપૂર્ણ યુનિફોર્મમાં જોવા મળી રહી છે. આ પછી તે વાંધાજનક હાલતમાં જોવા મળે છે.

સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તાએ તપાસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચાર સહન કરી શકાય નહીં. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતા જેલ અધિકારી વિરુદ્ધ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેણે આ કેસ સાથે જોડાયેલી અન્ય માહિતી આપવાનો ઈક્ધાર કર્યો છે. એચએમપી વાન્ડ્સવર્થ એ વિક્ટોરિયન યુગની જેલ છે, જે ૧૮૫૧માં બનેલી છે. હાલ આ જેલની હાલત ખૂબ જ ખરાબ છે. જેલમાં કેદીઓની સંખ્યા ઘણી વધુ હોવાથી તે જર્જરિત બની ગઈ છે.

તાજેતરમાં આ જેલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ મુજબ અહીં અવારનવાર હિંસક ઘટનાઓ બને છે. આ ઉપરાંત સ્ટાફ પણ ઘણો ઓછો છે. આ જેલ ઓછા કેદીઓ માટે બનાવવામાં આવી હતી, જ્યારે હાલમાં અહીં ૧૫૦૦ થી વધુ કેદીઓ છે, જે ક્ષમતા કરતા ૧૬૩ ટકા વધુ છે. જેલની હાલતને યાને લઇ અહીં સુધારાનો કાર્યક્રમ યોજવાની માંગ ઉઠી છે. મે મહિનામાં જેલના મુખ્ય નિરીક્ષક ચાર્લી ટેલરે નોટિસ જારી કરી હતી. જેમાં તેમણે જેલમાં પાયાની સુવિધાઓ વધારવાની માંગણી કરી હતી. આ પછી, જેલ ગવર્નર કેટી પ્રાઇસે રાજીનામું આપી દીધું.