
હવે રામલલાની પૂજા માટે ૨૬ પૂજારી અલગ-અલગ પાળીમાં સેવા આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધામક સમિતિએ ૨૧ નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
રામ મંદિરમાં દર્શનાર્થીઓ બાદ પૂજારીઓ પર પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. આ સાથે હવે રામલલાના પૂજારીઓએ ખાસ ડ્રેસમાં મંદિરમાં આવવું પડશે. મંદિરમાં પ્રવેશતા પહેલા પૂજારી પીળી ચોબંદી, ધોતી અને પાઘડી પહેરશે.
રામ મંદિરમાં પૂજારીઓની સંખ્યા પણ આજથી વધારી દેવામાં આવી છે. હવે રામલલાની પૂજા માટે ૨૬ પૂજારી અલગ-અલગ પાળીમાં સેવા આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધામક સમિતિએ ૨૧ નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
આ માટે ટ્રસ્ટે તમામ પૂજારીઓના આઈડી કાર્ડ પણ જારી કર્યા છે. ટૂંક સમયમાં, ૬ મહિનાની તાલીમના પ્રમાણપત્રની સાથે, નિમણૂક પત્ર પણ સોંપવામાં આવશે. જો કે ધામક સમિતિની બેઠક રવિવારે યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર હવે આ નિમણૂક પત્રોનું વિતરણ ૩ જુલાઈ અથવા ૫ જુલાઈએ થઈ શકશે.
રામલલાના સહાયક પૂજારી અશોક ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટે રામ મંદિરમાં આવનારા પૂજારીઓ પર એન્ડ્રોઇડ ફોન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના મતે વાત કરવા માટે માત્ર કીપેડવાળા ફોન જ લઈ શકાય છે. પૂજારી માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ચૌબંદી, ધોતી અને પાઘડીનો સમાવેશ થાય છે. જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ સૂચના મળી નથી.
રામ મંદિરમાં તાલીમ દરમિયાન ૧૧ તાલીમાર્થીઓને રામલલાની પૂજા પદ્ધતિમાં સામેલ કરવામાં આવ્યા છે. રામનવમી દરમિયાન રામલલાની પૂજામાં સામેલ ૧૧ પૂજારીઓને પૂજા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં દરરોજ સવારે રામલલાની મંગળા આરતી, શૃંગાર આરતી અને શયન આરતી સુધી રામ રક્ષા સ્તોત્ર અને પુરસોત્રના ૧૬ મંત્રોનો જાપ કરવામાં આવે છે.