મેક્સિકો: ગુઆનાજુઆટોમાં ફરી ફાયરિંગ, પોલીસની જવાબી કાર્યવાહીમાં અનેક લોકોના મોત

ગુઆનાજુઆટો,

મેક્સિકોના ગુઆનાજુઆટોમાં હત્યા અને ગોળીબાર સામાન્ય બની ગયા છે. હવે ફરી એકવાર આ શહેરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુઆનાજુઆટોમાં એક પોલીસ સ્ટેશન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી અને હુમલાખોરો પર એક પછી એક ગોળીબાર કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘણા લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના હુમલાખોરો પણ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પોલીસે જણાવ્યું કે, બંદૂકધારીઓના ગોળીબાર બાદ તેમણે પણ જવાબમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં ઘણા બંદૂકધારી માર્યા ગયા છે. જોકે આ ઘટનામાં કેટલા હુમલાખોરોના મોત થયા છે, તેની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.

સેલાયા શહેરના પોલીસ વડા જીસસ રિવેરાએ માહિતી આપી હતી કે ગોળીબારની ઘટના શહેરની બહારના એક શહેરમાં બની હતી. આ ઘટનામાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી. તેમની હાલત હાલ સ્થિર છે. તે જાણીતું છે કે મેક્સિકોના ૩૨ રાજ્યોમાં ગુઆનાજુઆટોને સૌથી હિંસક અને ભયજનક વિસ્તાર માનવામાં આવે છે. કારણ કે અહીં ડ્રગ્સનો ધંધો ધમધોકાર ચાલે છે, તેથી હુમલા, હત્યા અને ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.

આ પહેલા ૧૦ નવેમ્બરના રોજ ગુઆનાજુઆતોથી ગોળીબારની ઘટના સામે આવી હતી, જેમાં ૯ લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં ૫ પુરૂષો અને ચાર મહિલાઓના મોત થયા છે. આ પહેલા પણ મેક્સિકન શહેર ઇરાપુઆતોમાંથી ફાયરિંગની ઘટના સામે આવી હતી. કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૨ લોકોના મોત થયા હતા. જેમાં ૬ મહિલાઓ અને ૬ પુરૂષોનો સમાવેશ થાય છે. ગુઆનાજુઆટો એ વિશ્ર્વની ટોચની કાર નિર્માતાઓમાંની ઘણી માટે મુખ્ય ઉત્પાદન હબ અને ઉત્પાદન સ્થળ માનવામાં આવે છે.

આ વર્ષે ગુઆનાજુઆટોમાં વિવિધ હિંસક ઘટનાઓમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુઆનાજુઆટો ઉપરાંત, મિચોઆકનને પણ હિંસક અને અસુરક્ષિત શહેર માનવામાં આવે છે. કારણ કે આ વિસ્તારોમાં ડ્રગ્સ સ્મગલિંગ ગેંગ અને અન્ય ગુનાહિત ગેંગ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેનો ભોગ અહીંના સામાન્ય લોકો બની રહ્યા છે.